Gujarat Weather Update : આજે આ જિલ્લાઓ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તાર માટે કરાઈ હીટવેવની આગાહી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 11:28:41

ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.. છેલ્લા અનેક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હીટવેવની પણ આગાહી કરી છે.. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. તે સિવાય કચ્છ, પોરબંદર, ભાવનગર અને સુરત માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે...



ઠંડક તો પ્રસરી વાતાવરણમાં પરંતુ ખેડૂતોને આવ્યો રડવાનો વારો 

કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા.. તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો હતો જેને કારણે અનેક લોકો બિમારીનો શિકાર પણ બન્યા હતા.. પરંતુ ગુજરાતમાં થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે, કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સામાન્ય માણસોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જગતના તાતની ચિંતા વધી ગઈ છે... ખેડૂતો દ્વારા કરવામાં આવેલી મહેનત પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે તેમને રડવાનો વારો આવ્યો છે.. 


આ જગ્યા માટે કરાઈ હીટવેવની આગાહી 

17 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હાલ તો ગરમીથી આંશિક રાહત મળી પરંતુ આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વલસાડ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે... આ વખતે ચોમાસું વહેલું બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..   


22 મે સુધી કરાઈ હીટવેવની આગાહી

હીટવેવની આગાહી ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ કરવામાં આવી છે.. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 17થી 22 મે દરમિયાન તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 43ને પાર પણ જઈ શકે છે... ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીવું જોઈએ, કામ વગર ઘરની બહાર ના નિકળવું જોઈએ. 



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે