Gujarat Weather : વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, ગાજવીજ સાથે થશે વરસાદનું આગમન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 16:23:31

થોડા દિવસો પહેલા ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો હતો અને વાતાવરણ વાદળછાયું થયું હતું.. પવન પણ સારો ફૂંકાતો હતો. જેને કારણે લાગતું હતું કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે... ચોમાસું ગમે ત્યારે દસ્તક લઈ શકે છે. વરસાદની આગાહી કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો એમ માનીને કે ગરમીથી આંશિક રાહત મળશે,.. પરંતુ એકા એક ગરમીના પ્રમાણમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.. 


વરસાદને લઈ હવામાન વિભાગે કરી છે આગાહી

ગુજરાતના લોકો ગરમીથી ત્રાસી ગયા છે અને આ મારી નાખતી ગરમીથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે.. લોકો માને છે કે વરસાદ આવે અને ગરમીથી રાહત મળે.. વરસાદ ક્યારે આવશે તેની પ્રતિક્ષામાં લોકો છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં ગરમીનો અહેસાસ થાય છે તો કોઈ જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ છે.. જ્યારે જ્યારે વરસાદની આગાહીની વાત થાય ત્યારે બે આગાહીઓ પર લોકો વધારે ધ્યાન આપતા હોય છે. એક આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે તો બીજી એક આગાહી જે હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવતી હોય છે..


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15 જૂન સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.  10 તારીખ સુધીમાં તો વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પહોંચી જશે. 7થી 14 તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે. 12થી 15માં ગુજરાતના ઘણાં ભાગોમાં ચોમાસું વરસાદ આવી જવાની શક્યતા રહેશે. આ વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે તેમણે એવું પણ કહ્યું કે શરૂઆતના સમયમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે આવી શકે છે.. 



ગરમીને કારણે અનેક લોકો પડ્યા છે બિમાર!

મહત્વનું છે કે આ વખતની ગરમી આકરી સાબિત થઈ  છે.. ગરમીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડી દીધો છે.. 45 ડિગ્રીની આસપાસ તો અનેક જગ્યાઓનું તાપમાન નોંધાયું હતું. આસમાનમાંથી જાણે આગ વરસતી હોય તેવો અહેસાસ થતો હતો.. ગરમીને કારણે  અનેક લોકો બિમાર પડ્યા. હિટ સ્ટ્રોકને કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.. ગરમી એટલી ભયંકર હતી કે અનેક લોકોના મોત થઈ ગયા છે. ગરમીથી જલ્દી રાહત મળે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.    



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.