ગુજરાતમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ, ગગડશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-13 09:18:30

ગુજરાતભરમાં ફરી એક વખત શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાયણ સમયે ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી. જે સાચી પડતી દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં હાડકા થીજવી નાખે તેવી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો નીચે આવ્યો છે ઉપરાંત ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. 

 Makar Sankranti 2021: Know How Is Wind Speed On The Day Of Uttrayan |  ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ઉત્તરાયણના દિવસો દરમિયાન ફૂંકાશે પવન

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળશે. તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. ઉત્તરાયણ દરમિયાન સારો પવન રહે તેવી ઈચ્છા પતંગ રસીયાઓ રાખતા હોય છે. આ વખતે પતંગ ચગાવતા દરમિયાન પવનનો સાથ મળી રહેશે. 

જાણો કોણ છે અંબાલાલ પટેલ, કેવી રીતે કરે છે હવામાનની આગાહી...

ફરી એક વખત થશે કડકડતી ઠંડીનો અહેસાસ 

થોડા દિવસોથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઈ રહ્યો હતો. ઓછી ઠંડીને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ રાજ્યમાં ફરી એક વખત કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણના દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


ફેબ્રુઆરી સુધી થશે ઠંડીનો અનુભવ

ઠંડીને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો  ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉપરાંત વાદળોને કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.