24 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત ટ્રેન, પીએમ મોદી બતાવશે લીલી ઝંડી


  • Published By :
  • Published Date : 2023-09-22 13:25:23

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધાઓ ચાલી રહી છે. અનેક રાજ્યોને પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનની ભેટ આપી દીધી છે. ત્યારે ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવાની છે. અમદાવાદ-જામનગર વચ્ચે આ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવવાની છે. 24 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી બતાવવાના છે. એક સાથે 9 વંદે ભારત ટ્રેન દેશને સમર્પિત કરશે. જે 9 ટ્રેનો છે તેમાં ગુજરાતની આ વંદે ભારત ટ્રેન પણ છે. લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વંદે ભારત ટ્રેનની સુવિધાઓ શરૂ કરવામાં આવે છે. ગુજરાતને આ ત્રીજી વંદે ભારત ટ્રેનની સોગાદ મળી છે જે જામનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનની શરૂઆત થતાં રાજકોટ સહિત જામનગર અને અમદાવાદના લોકોને સૌરાષ્ટ્ર તરફ જો મુસાફરી કરવી હશે તો તકલીફ નહીં પડે.



જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન 

24 સપ્ટેમ્બરના રોજ ગુજરાતને તેની ત્રીજી વંદે ભારત ટ્રેન મળવા જવાની છે. પીએમ મોદી આ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે તેના સ્ટોપની વાત કરીએ તો આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઈને અમદાવાદ આવશે, અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશને ટ્રેન પહોંચશે. જો ટાઈમ ટેબલની વાત કરીએ તો જામનગરથી સવારે 5.30 વાગ્યે ઉપડશે, અને તે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર સવારે 10.10 કલાકે આવશે. 


આ રહ્યો ટ્રેનનો રૂટ 

અમદાવાદથી ઉપડતી ટ્રેન વિશે વાત કરીએ તો અમદાવાદના રેલવે સ્ટેશન પરથી સાંજે 6 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.30 વાગ્યે જામનગર રેલવે સ્ટેશન પહોંચશે. અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, આ આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ રોજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ શકે છે.


પીએમ મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ 

પીએમ મોદી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનની ટ્રાયલ કરવામાં આવી હતી. અમદાવાદ થી વિરમગામ વચ્ચે ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. પીએમ મોદી વર્ચ્યુઅલી આ ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. આ ટ્રાયલ ડ્રાઈવ દરમિયાન અનેક વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. જે માહિતી સામે આવી છે તે પ્રમાણે પીએમ મોદી 24 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે