Gujarat : હમણાં નહીં મળે માવઠાથી મુક્તિ! કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે અને Ambalal Kakaએ કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-11-30 10:00:09

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી ત્યારે તો શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. વાતાવરણનો મિજાજ પણ પ્રતિદિન બદલાઈ રહ્યો છે. રવિવારથી કમોસમી વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણ અનિયમિત થઈ ગયું છે કારણ કે ગમે ત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

રાજકોટ, કચ્છ, જામનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ |  Gujarat News in Gujarati

ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું? - BBC News ગુજરાતી


એક સાથે ત્રણેય ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ! 

આવતી કાલથી ડિસેમ્બર મહિનાની શરૂઆત થવાની છે. આ સમયગાળામાં સામાન્ય રીતે કડકડતી ઠંડીનો અહેસાસ થતો હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ અલગ છે. એક સાથે બેવડી ઋતુનો નહીં પરંતુ ત્રણેય ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવું વાતાવરણ થઈ ગયું છે. લોકોને રેઈનકોર્ટ પહેરવો કે સ્વેટર પહેરવું તે કન્ફ્યુઝન છે કારણ કે એક તરફ ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે તો વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં અત્યાર સુધી કુલ મોસમનો સરેરાશ 34.50 ટકા વરસાદ નોંધાયો

આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર બે દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત નવસારી, વલસાડ, તાપીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો પહેલી ડિસેમ્બર માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. 

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ કાકાએ પણ માવઠાને લઈ કરી આગાહી 

તે ઉપરાંત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પણ આવું જ કહે છે. માવઠાથી છુટકારો નહીં મળે તેવું અનુમાન અંબાલાલ કાકાએ લગાવ્યું છે. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવાશે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે તેમણે જણાવ્યું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. મહત્વનું છે કે માવઠાને લઈ કરવામાં આવેલી આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે