આનંદો! UPSCની સિવિલ સર્વિસ પરીક્ષામાં 16 ગુજરાતી ઉમેદવારો થયા પાસ, જાણો કોણ છે એ વિરલાઓ


  • Published By :
  • Published Date : 2023-05-23 22:20:48

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પરીક્ષામાં ગુજરાતના 16 ઉમેદવારો પાસ થયા છે, જેમના નામ અહીં આપવામાં આવ્યા છે.


આ છે સફળ ગુજરાતી ઉમેદવારો 


UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોમાંઆ છે સફળ ગુજરાતી ઉમેદવારોમાં 1-અતુલ ત્યાગી 2-વિષ્ણુ સશિકાર 3-ચંદ્રેશ શખાલા 4-ઉત્સવ જોગણી 5-માનસી મિણા 6-કાર્તિકે કુમાર 7-મૌસમ મહેતા 8-મયુર પરમાર 9-આદિત્ય અમરાણી 10-કેયુર કુમાર પારગી 11-નયન સોલંકી 12-મંગેરા કૌશિક 13-ભાવનાબેન વઢેર 14-ચિંતન દુધેલા 15-પ્રણવ ગાઇરોલા, 16-દુષ્યંત ભેડાનો સમાવેશ થયા છે.


યુવતીઓએ બાજી મારી


UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં ટોપ 4માં યુવતીઓએ બાજી મારી છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ મેળવ્યુ છે, સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ છઠ્ઠા ક્રમે આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે