STORY BY - BHAVIK SUDRA
- ગાંધીગ્રામની ગરબીથી લોકડાયરા સુધીની સફરનો પદ્મશ્રી મુકામ
- ગામનાં અભણ લોકોનાં સાહિત્યની નોંધ ભારત સરકારે લીધી હતી
- પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે જન્મેલા ભીખુદાનભાઇ ગઢવી એટલે ગુજરાતી લોકસાહિત્યનાં બીગ બી
કોણ છે ભિખુદાન ગઢવી?
ભીખુદાન ગઢવી ગુજરાત સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે. સરકાર દ્વારા તેઓને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે

ભીખુદાન ગઢવી ફાઇલ તસવીર
ભીખુદાનભાઇ ગઢવીની લોક સાહિત્યકાર તરીકેની ડાયરા સફર શરૂ થઇ એ પહેલાં તેઓ જૂનાગઢનાં ગાંધીગ્રામની ગરબીમાં ગરબા ગાતા. જૂનાગઢનાં વંથલી રોડ પર આવેલી રાધાકૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ભીખુદાનભાઇ એટલે જાણે કે, લોકસાહિત્યનો પ્રાણ. 19 સપ્ટે. 1948નાં રોજ હાલ પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદડ ગામે તેમનો જન્મ થયો હતો. એ વખતે કુતિયાણા તાલુકો જૂનાગઢ સ્ટેટનોજ એક ભાગ હતો. આરઝી હકૂમતે નવાબને હાંકી કાઢી સત્તાનાં સુત્રો સંભાળ્યા હતા.
bhikhudan-gadhavi/images/images-of-bhikhudan-gadhvi/5.jpg)
ભિખુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા
તેમનું પૈતૃક ગામે કેશોદ તાલુકાનું માણેકવાડા. જે હાલ જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વસેલું છે. તેમણે ઓલ્ડ એસએસસી સુધીનો અભ્યાસ કરેલો. માત્ર 10 વર્ષની વયથીજ તેમને ચારણી પરંપરા મુજબ ગાવાનો શોખ. ચારણનાં દિકરાને ગાતાં તો આવડવુંજ જોઇએ. એવી દ્રઢ માન્યતા એ વખતે પ્રવર્તતી.

કેશોદ જુનાગઢ રોડ પર આવેલ માણેકવાડા ગામનું માલબાપનું ભવ્ય મંદિર
ભિખુદાન ગઢવીના પત્ની સ્વ.ગજરા બાની ફાઇલ તસવીર
ભિખુદાન ગઢવીના પત્નીનું ટૂંકી બિમારી બાદ 27-09-2020ના રાત્રે 69 વર્ષની વયે અવસાન થયુ હતુ. લોક લાડીલા કલાકારના પત્નીનું નિધન થતાં તેમને ફેન્સમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ભિખુદાન ગઢવીના પત્નીનું નામ ગજરા બા હતું. પદ્મશ્રી સુધીની સફળતા પાછળ ગજરા બાનો ખુબ મોટો હાથ હતો. 69 વર્ષની વયે ગજરાબાનું અવસાન થયુ.
સ્વ. ગજરા બાની ઉંમર 69 વર્ષ હતી. તેમનું પિયર અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાની સનાળી ગામ હતું. 1970ના વર્ષમાં તેમના લગ્ન પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે થયા હતા. તેઓ ઘરનું સંચાલન કરતા હતા. ભીખુદાન ગઢવીની સફળતા પાછળ તેમનો સિંહફાળો રહેલો છે.
લોક લોકસાહિત્ય કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થવા બદલ આનંદીબેન પટેલે અભિનંદન પાઠવ્યા હતા
ભીખુદાનભાઇ કહે છે, મારા જૂના મિત્રો મને સાંભળતા. તેના પરથી સ્ટેજ પર જવાનો મોકો મળ્યો. 20 વર્ષની વયે સ્ટેજ પર તેમની એક કલાકાર તરીકે એન્ટ્રી થઇ. બસ, ત્યારથી લઇને આજ સુધી તેઓ લોકપ્રિયતા અને કલાપ્રવિણતાનાં એક પછી એક શિખરો સર કરતાજ રહ્યા. તેમને આપણે લોક ડાયરાનાં બીગ બી કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ભીખુદાનભાઇને પોતાનાં કુળદેવી પર ખુબજ આસ્થા છે. તેઓ ખુબજ સાદું જીવન જીવે છે. કપડા-ખોરાક ખુબજ સાદા. તેઓ કહે છે, મને સાધુ-સંતો અને રાજપુરૂષો પાસેથી ખુબજ શીખવા મળ્યું છે. નવરાશની પળોમાં ઇશ્વર સ્મરણ કરવું એ તેમની પ્રિય પ્રવૃત્તિ. કલા સાધનાએ જ તેમને આ ઉંચાઇ બક્ષી છે એમ તેઓ ભારપૂર્વક જણાવે છે.






.jpg)








