Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણને સમર્પિત રચના - હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે


  • Published By :
  • Published Date : 2024-01-30 16:27:46

બાળક જ્યારે નાનું હોય છે ત્યારે અનેક માતા પોતાના સંતાનને કૃષ્ણ, કાન્હો કહીને બોલાવતી હોય છે. કૃષ્ણ એટલે આકર્ષણ.. કૃષ્ણના પ્રેમમાં અનેક ભક્તો ભાવ વિભોર જોવા મળતા હોય છે. ભગવાન રામને મર્યાદા પુરૂષોત્તમ કહેવામાં આવે છે તો કૃષ્ણને પૂર્ણ પુરૂષોત્તમ કહેવામાં આવે છે.  64 કળાના સ્વામી શ્રી કૃષ્ણને માનવામાં આવે છે. કૃષ્ણને સારા રાજનૈતિક ગણવામાં આવે છે. કૃષ્ણ એવા ભગવાન છે જે વાંસળી પણ વગાડી શકે છે અને જે સુદર્શન ચક્ર પણ ચલાવી શકે. 


હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે

સાહિત્યના સમીપમાં આજે કૃષ્ણને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. કૃષ્ણ ભગવાનને ધરતી પર ફરી આવવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. રાજનીતિના પાઠ ફરીથી ભણાવા માટે ધરતી પર આવવું પડશે. મિત્રતાના પાઠ શીખવા માટે ધરતી પર આવવું પડશે. 


હે કૃષ્ણ ફરી તારે ધરતી પર આવવું પડશે,

રાજનીતિના પાઠ તારે ફરી શીખવા પડશે..


હે નંદના લાલા તારે ફરી ધરતી પર આવવું પડશે,

પ્રેમની પરીભાષા તારે ફરી શીખવી પડશે.


હે વસુદેવ પુત્ર તારે ફરી ધરતી પર આવવું પડશે,

કળયુગ કેરી દુનિયામાં તારે ફરી લીલાં કરવી પડશે.


હે જશોદાનાં જાયા તારે ફરી ધરતી પર આવવું પડશે,

માની મમતા શું છે એ તારે ફરી શીખવું પડશે.


હે અર્જુનનાં મિત્ર તારે ફરી ધરતી પર આવવું પડશે

મિત્રતાની વાત તારે ફરી શીખવી પડશે.


હે દ્રોપદીનાં સખા તારે ફરી ધરતી પર આવવું પડશે

કળયુગ કેરી દુનિયાને ચીર હરણ કરતા રોકવા પડશે.

- વિપુલ પરમાર 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે