અનેક લોકો હોય છે જે જીવનને મસ્તી સાથે નથી જીવતા પરંતુ તે જીવે છે કેમ છે તેનો બોજો લઈને જીવતા હોય છે.. જે કામમાં આનંદ આવતો હોય તેને ટાળીને જે કામ પસંદ નથી તે કામ કરવું પડતું હોય છે.. ઘણા લોકો એવું પણ કહે છે કે સમય નથી.. પરંતુ અનેક વખત આપણે પોતાએ અનુભવ્યું હશે કે જે લોકો પાસે આખો દિવસ બીઝી હોય છે તેમની પાસે સમય હોય છે પરંતુ જે નવરા હોય છે તેમની પાસે સમય નથી હોતો. જીવનમાં તકલીફો તો રહેવાની છે પરંતુ તેનો સામનો આપણે કેવી રીતે કરીએ છીએ તેની પર નિર્ધાર રહેલો છે.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને જાણ હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
કહે જે કે સમય જ ક્યાં છે
નવરોએ જન છે કાયમનો
ઉદ્યમીએ સાચો જે જીવ છે ક્ષણને
ક્ષણને વધાવે એનું નામ જીંદગી
ભૂલેલો પણ નીકળી જાય છે ભવ પાર
ચૂકેલો પણ નીકળી જાય છે અચૂક એક વાર
જ્યારે જાણે છે જીવનની એ ક્ષણને
ક્ષણને વધાવે એનું નામ જીંદગી
તકલીફ તો જીવનનો એક છે મુકામ
ટેવાવું પડશે જીરાવવા એ બધું તમામ
મજા તો ત્યારે જઆવે જ્યારે પામી લ્યો છો ક્ષણને
ક્ષણને વધાવે એનું નામ જીંદગી