Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના - દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ માં..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 15:52:17

બાળકના જીવનમાં માનું સ્થાન વિશેષ રહેલું હોય છે. સંતાન બહારથી ઘરે આવે તો સૌથી પહેલા તે શોધે છે કે મા ક્યા છે? માતા પણ બાળકના ઉછેર પાછળ પોતાની જીંદગીને ખર્ચી કાઢતી હોય છે. માતાને વ્હાલનું ઝરણું કહેવામાં આવે છે. માં માટે તો આપણે ત્યાં ઘણું બધુ લખાયું છે ઘણું બધું બોલાયું છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે માને સમર્પિત રચના.. 



દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’

મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’


શૈશવમાં કાખમાં તેડી મને

મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’


ઉમરાથી આંગળીએ ઝાલી મને,

સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’


પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,

પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’


સ્નેહના આલિંગનમાં છોડી મને,

પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’


ટાઢના ઠંડા ભીના સ્પર્શે,

હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’


સૂર્યના અગ્નિ સમ તાપે,

શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’


મોતી સમ પડતા વરસાદે,

તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’ 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.