Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,


  • Published By :
  • Published Date : 2024-06-15 17:53:09

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પરંતુ પિતા માટે એટલું બધુ નથી કહેવાયું.. માતાનો પ્રેમ દેખાય છે પરંતુ પિતાનો પ્રેમ દેખાતો નથી.. માતા વ્યક્ત કરે છે જ્યારે પિતા છાનેમાને સંતાનને પ્રેમ કરતા હોય છે.. માતા બાળકના આજને જોવે છે, તે પ્રમાણે વિચારે છે જ્યારે પિતા બાળકના ભવિષ્યનું વિચારે... અનેક વખત પિતા એટલા બધા કડક બની જાય છે બાળકના ભવિષ્યને લઈને કે તે બાળકના દુશ્મન બની જાય છે. બાળકને લાગે છે કે પિતા હંમેશા ખખડાવે છે, સલાહ આપે છે પરંતુ તેમની આપેલી સલાહ બાળકને ક્યારે કામમાં લાગે છે તેની ખબર નથી હોતી. માતાને તો આપણે કોઈ વખત થેન્કયુ કહેતા હોઈએ છીએ પરંતુ પિતાને ક્યારેય થેંક યુ નથી કહેતા. ત્યારે આવતી કાલે ફાધર્સ ડે છે તે દિવસે આપણે પિતાને થેંક યુ કહીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  




પા પા પગલી ભરાવી મને ચાલતા શીખવાડ્યું,

શિક્ષણ, સંસ્કાર આપી જીવન જીવતા શીખવાડ્યું,

એ મારા પપ્પા છે...



આંગણે આવેલને મીઠો આવકારો આપતા શીખવાડ્યું

પૈસાથી વધુ પ્રેમભાવને મહત્વ આપતા શીખવાડ્યું

એ મારા પપ્પા છે..



દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી ચાલતા શીખવાડ્યું,

પડ્યો જ્યાં હું ભૂલો ત્યાં ભૂલ સુધારી આગળ વધતા શીખવાડ્યા.

એ મારા પપ્પા છે..



હતાશામાં હિંમતભેર મને જીવતા શીખવાડ્યું, 

હાથથી હાથ મિલાવી આગળ વધતા મને શીખવાડ્યું

એ મારા પપ્પા છે..


સમાજમાં એકતા પ્રેમ ભાવ રાખી જીવતા શીખવાડ્યું

પોતે ખુશ રહી બીજાને કેમ ખુશ રાખવા એ શીખવાડ્યું

એ મારા પપ્પા છે.



નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવતા શીખવાડ્યું,

મને ગર્વ છે મારા પપ્પા પર કે મને માણસ થઈ રહેતા શીખવાડ્યું

એ મારા પપ્પા છે.. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.