Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુુત છે રચના - મુશ્કેલ બને છે જીવવું જ્યારે...


  • Published By :
  • Published Date : 2024-04-08 16:33:50

અનેક લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે જીવવા માટે અનેક દર્દ સહન કરવા પડતા હોય છે. અનેક સપનાઓને, આંસુઓને પોતાના સુધી રાખવા પડતા હોય છે જીવન જીવવા માટે.. સામાન્ય રીતે જીંદગીમાં આશા ન છોડવી જોઈએ પરંતુ જ્યારે આશા છુટી જાય છે ત્યારે જીવવું વધારે મુશ્કેલ લાગે છે. મોત સહેલું જ્યારે જીવન પડકાર લાગે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં જીવનનો મર્મ દર્શાવવામાં આવ્યો છે.! આ રચના કોની છે તેની અમને ખબર નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો...   


મરતા નથી હોતા બધા લોકો મોતથી.... 


મરતા નથી હોતા બધા લોકો મોતથી,

કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,

સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,

નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,

તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,

મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,

એને તો આવતાય કેટલી વાર લાગે છે.

– અજ્ઞાત



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે