Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - લોલીપોપની લ્હાણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-18 16:48:02

દેશમાં  આવતી કાલથી લોકશાહીના પર્વની ઉજવણી શરૂ થઈ જવાની છે. આવતીકાલે 102 બેઠકો માટે મતદાન થવાનું છે... મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે જેને સામાન્ય લોકો પોતાની ભાષામાં લોલીપોપ કહે છે...! ચૂંટણી સમયે અનેક લોકો એવા હોય છે જે નેતાજી દ્વારા કરવામાં આવતા પ્રચારને બારીકીથી નિરખતા હોય છે... 


ચૂંટણી નજીક આવતા કોઈ વખત નેતાજીની આંખોમાંથી આંસુ નિકળે છે તો કોઈ વખત કોઈ મંદિરની મુલાકાત નેતાઓ લઈ રહ્યા છે.. ત્યારે સાહિત્યના સમીપમાં આજે ચૂંટણીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે... આ રચના કોની છે તેની  ખબર નથી અને જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવો...       


લોલીપોપની લ્હાણી 

મગર આંસુએ સૂકી આંખે નેતાજી બેફામ રડે છે

બપોરી ઉનાળે નગરમાં ચૂનાવી મોસમ જામી છે


ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે

ખુરસીની રેસમાં, વચનો વેચવાની હોડ જામી છે


તક સાધુઓની મેલી રમત ઘર ગલીએ ભુવા ધૂણે

દેવસ્થાને દેવ દેવીએ પૂજાની હેલી જામી છે


વાહ મુંગાને બોલવાની રતાંધળાને જોવાની છે

દ્રષ્ટિ મળી ચૂંટણી પારકા પગે દોડની રેસ લાવી છે


કાંઠા કબાડે પાવરધાની ખુલી મોસમ ગોરખ ધંધે

ચૂંટણી ચકરાવે જનતા ચૂસે છે લોલીપોપની લ્હાણી 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....