Gujarati Literature - સાહિત્યના સમીપમાં ગુજરાતીઓને સમર્પિત એક રચના પ્રસ્તુત છે - સફળતાનો પીનકોડ ગુજરાતી...


  • Published By :
  • Published Date : 2024-03-26 18:05:49

વાતમાં વાતમાં આપણે અનેક વખત કહેતા હોઈશું કે અમે ગુજરાતી...ગુજરાતી હોવાનું અભિમાન અનેક લોકોને હોય છે. ગુજરાતીઓ માટે એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતીઓ ધંધો કરવામાં પાક્કા હોય...! પોતાને નુકસાન થાય તેવો સોદો તે કરતા નથી વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે ગુજરાતીઓને સમર્પિત એક રચના શેર કરવી છે જેના લેખક કોણ છે તેની ખબર નથી. જો તમને ખબર હોય કે આ રચના કોની છે તો અમને કમેન્ટમાં જણાવો... 



નમ્રતાનું બોનસાઇ ગુજરાતી... 


સફળતાનો પીનકોડ ગુજરાતી ,

સૌ સમસ્યાનો તોડ ગુજરાતી .


કૈંક અચ્છો કૈંક અળગો ગુજરાતી ,

એકડાનો કરે બગડો ગુજરાતી .


નમ્રતાનું બોનસાઇ ગુજરાતી ,

સિદ્ધિઓની વડવાઇ ગુજરાતી .


લોટો લઇને દૈ દે ઘડો ગુજરાતી ,

વખત પડે ત્યાં ખડો ગુજરાતી .


દુશ્મનને પડે ભારે ગુજરાતી ,

ડૂબતાને બેશક તારે ગુજરાતી .


એસ્કિમોને ફ્રીજ વેચે ગુજરાતી ,

ક્યાંક કંપની નામે ઢેંચે ગુજરાતી .


દેશમાં ABC ની હવા ગુજરાતી ,

પરદેશમાં ઓમશ્રી સવા ગુજરાતી .


પાછાં પગલાં ના પાડે ગુજરાતી ,

કાંકરામાંથી ઘઉં ચાળે ગુજરાતી .


ફાફડા ઢોકળાં ઘારી ગુજરાતી ,

પાનની સાયબા પિચકારી ગુજરાતી .


એની ડીંગમાંયે કૈંક દમ ગુજરાતી ,

હર કદમ પર વેલકમ ગુજરાતી .


મહેમાનનું પહેલું પતરાળું ગુજરાતી ,

છેલ્લે અપનું વાળું ગુજરાતી .


ગાંધી, મુનશી સરદાર ગુજરાતી ,

ક્ષિતિજની પેલે પાર ગુજરાતી .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે