Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૈલાસ પંડિતની રચના - ન આવ્યું આંખમાં આંસું...


  • Published By :
  • Published Date : 2024-05-28 18:14:02

ઘણી વખત આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ આવી જતા હોય છે. જ્યારે કોઈને આપણે આપણી વેદના કહેતા હોઈએ તો પણ આંખો ભરાઈ આવે છે. પરંતુ અનેક વખત બને છે કે કોઈ આપણી સામે હોય ત્યારે આંસુ ના આવે.. ત્યારે આપણે વિચારીએ કે સારૂં થયું કે આંસુ ન આવ્યું. દવાની અસર ગઈ અને દુવાએ લાજ રાખી.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કૈલાસ પંડિતની રચના... 



ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.

દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.


તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,

સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.


ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,

અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.


પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,

કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

– કૈલાસ પંડિત  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે