આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા.. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈં... દેશના ભાવિનું ઘડતર શિક્ષક કરે છે... દેશના ભાવિનું ભવિષ્ય શિક્ષક શિક્ષણ આપી ઉજ્જવળ બનાવે છે. જ્યારે આપણે શિક્ષકને મળીએ છીએ ત્યારે આપો આપ આપણું માથું તેમના સન્માનમાં ઝૂકી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકને સમર્પિત છે રચના... આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
અહમને દરવાજા બહાર ફેંકી અંદર આવું છું,
કારણ કે હું શિક્ષક છું.
ક્યારેક આવે ગુસ્સો તોયે સંયમ જાળવું છું,
કારણ કે હું શિક્ષક છું..
દરરોજ પુસ્તક લઈ પહેલા ભણવા બેસું છું,
કારણ કે હું શિક્ષક છું,
નથી મારી કોઈ જાત નથી કોઈ ધર્મ
કારણ કે હું શિક્ષક છું..
ક્યારેક બાળકો સાથે બાળક બની જાઉં છું.
કારણ કે હું શિક્ષક છું,
દરરોજ કેટલાય ભાવિને એક દિશા આપું છું,
કારણ કે હું શિક્ષક છું.
ક્યારેક બાળકોને ગુરૂં બનાવું છું,
કારણ કે હું શિક્ષક છું.
છું હું સમાજના ઘડતરનો પાયો છતાંય ક્યાંક હું રહી જાઉં છું, વેગડો
કારણ કે હું શિક્ષક છું..






.jpg)








