Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મનોજ ખંડેરિયાની રચના - એવું પણ બને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 16:47:48

કવિની કલમમાં એવી ચિન્ગારી હોય છે જે આપણને અંદરથી હચમચાવી દે છે.. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં જઈને પાછું વડવું પડે એવું પણ બને.. જિંદગીનો ઉપદેશ્ય શું એ શોધવામાં વર્ષોના વર્ષો લાગી જાય, આખી જિંદગી પસાર થઈ જાય અને જે આપણને જોઈતું હોય તે આપણી સામે હોય તેવું પણ બને.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મનોજ ખંડેરિયાની રચના - એવું પણ બને..   



પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ હાથ આખેઆખો બળે એમ પણ બને


જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં

મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને


એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?

એક પગ બીજા ને છળે એમ પણ બને


જે શોધવામાં જિંદગી આખી પસાર થાય

ને એ જ હોય પગની તળે એમ પણ બને


તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું

અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....