Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે જિંદગીને સમર્પિત રચના - રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 17:20:50

આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક ગુરૂઓ બનાવતા હોઈએ છીએ. અલગ અલગ લોકો પાસેથી કંઈને કંઈ નવું શીખતા હોઈએ છીએ. રોજે નવો અનુભવ થતો હોય છે અને રોજ જીંદગી જીવવા જેવી લાગે છે. રોજ સવારે સૂરજ ઉગે છે અને આપણે આપણા સપનાની દોડ પાછળ ભાગવા લાગીએ છીએ. જિંદગીની સફરમાં અનેક લોકો એવા પણ મળતા હોય છે પ્રેમ આપતા હોય છે અને કોઈ એવા પણ મળતા હોય છે જે આપણને નફરત પણ કરતા હોય છે. જિંદગીની કિંમત આપણને ત્યારે થાય છે જ્યારે આપણે મરણ પથારી પર હોઈએ છીએ. એ વખતે આપણને ખબર પડે કે જીવનમાં જોવા લાયક કેટલી વસ્તુઓ હતી પરંતુ આપણે આપણા જીવનને વેડફી નાખ્યું. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી.... 


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,


રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,

કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,

હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.


ગણતરી પૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,

કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.


સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,

દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.


આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,

ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.


– સ્નેહા પટેલ “અક્ષિતારક”



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'