આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે. ભાવિ પેઢીની જવાબદારી શિક્ષકોના શિરે હોય છે. ગુરૂના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે..દરેક ગુરૂજનોને કોટિ કોટિ નમન.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શિક્ષકોને સમર્પિત રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. તમને તમારા શિક્ષકની કઈ વાત યાદ છે તે અમને કમેન્ટમાં જણાવજો..
હું શિક્ષક છું, હું સર્જક છું..
હોય ભલેને ઘનઘોર વાદળ
આશાનું કિરણ રેલાવી જાણું છું
હું શિક્ષક છું..
બનીને સાચો ભોમિયો બાળકને
સાચી રાહ દેખાડી જાણું છું
હું માર્ગદર્શક છું.. હું શિક્ષક છું..
હોય ભલેને થોડાક મુદ્દા
એનો વિસ્તાર કરી જાણું છું
હું શિક્ષક છું..
જ્ઞાનનો પથ બતાવીને જ્ઞાનપથ બનાવી જાણું છું
હું પથદર્શક છું.. હું શિક્ષક છું...
મુશ્કેલીઓ સામે અડગ રહી
લડત શીખવી વીર યોદ્ધા
બનાવી જાણું છું.. હું શિક્ષક છું..
જ્ઞાનનો ઉજાસ પાથરી
તિમિરને દૂર કરૂં છું
હું અજ્ઞાનતાનો ભક્ષક છું... હું શિક્ષક છું..
આપી ઉરના આશિષ
પ્રાર્થના હું કરૂં છું
હું શુભકામનાઓનો પ્રેષક છું.. હું શિક્ષક છું..
નિર્દોષ અને નિખાલસ મારા
બાળદેવોના પ્રેમનો ભિક્ષુક છું.. હું શિક્ષક છું..