Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હું એટલે...


  • Published By :
  • Published Date : 2024-10-02 18:20:23

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી... વિચારોનું ટોળું આપણી સાથે ફરતું રહે છે... અનેક વખત પરિસ્થિતિ એવી સર્જાતી હોય છે કે જેમાં આંખોમાં આંસુ હોય છે પરંતુ હોઠો પર સ્મિત પણ હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે હું ને સમર્પિત છે. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો... 


હું એટલે, મારામાં વિચારોનું મોટું જોળું

કાયમ સાથે ફરતું મારી અંદર એક ટોળું...


મન કહે તું  માન મારૂં. મગજ કહે છે સાચું

એ હુંસાતુંસીમાં ભીંસાતું પારેવું મુદ ભોળું


જીભ માગે આંસુ સારે, હોઠે સ્મિત પહેર્યું

પેટ કહે, બનાવજે તું મારા માટે તો મોળું


આંખો મારી આંસુ સારે, હોઠે સ્મિત પહેર્યું

આ બધામાં હું કેમ કરીને જાત મારી ખોળું?


એક આંગળી ચીંધું, ત્રણ થાય મારી બાજુ

કેવી રીતે નક્કી કરૂં હું? શું કાળું - શું ધોળું?


કેટકેટલા વિરોધાભાસને ભેગા રાખી જીવું

એ વિચારને વિચારતા, હું આંખો મારી ચોળું



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.