Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને સમર્પિત રચના - એકલો દુ:ખનો ભાગી હોય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-28 14:55:24

કહેવાય છે કે સપના જોયા વગર કંઈ પણ સંભવ નથી.. સપના મોટા હશે તો સિદ્ધિ પણ મોટી હાંસલ થશે... હિંમત રાખવાથી આગળ વધાય છે... બે ડગલા આગળ વધીએ તો આનંદ થાય પરંતુ કોઈ વખત એવું પણ બને કે ચાર ડગલા પાછળ પણ જવું પડે છે... ગમે તેટલું ખરાબ કેમ ના થાય પરંતુ સપના જોવાનું છોડવાનું નહીં... હારતા હોઈ પણ ભલે હારીએ, પડતી આવે તો પણ તેનો સ્વીકાર કરજે પણ સપના જોતો રહેજે... બાળકની જેમ નાના પગલા ભલે લેવા પડે તો લે જે પરંતુ સપના જોતો રહેજે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સપનાને જોઈ સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો....    



એકલો દુ:ખનો ભાગી હોય

કે ભીડનો સહભાગી

સપના જોતો રહેજે


જો બે ડગલા આગળ વધવાનો જોશ રાખે

તો ચાર ડગલા પાછળ પડવાની સહનશીલતા પણ રાખજે

પણ સપના જોતો રહેજે


હારતો હોય તો હારજે

ને પડતો હોય તો પડજે

થોડો પોરો ખાઈ લેજે

ભલે બાળક પગલાઓથી આગળ વધ

પણ સપના જોતો રહેજે


ઉંચાઈથી ઘબરાઈ ન જતો

દુનિયા તો આખી નીચે જ ખેંચવા બેઠી છે

પણ કોઈના હારે વેર ના પાળતો

કારણ જો નીચે પડ્યો તો એ જ બધા હસે 

ક્યારેક બીક લાગે 

તો યાદ રાખજે

ઉપરવાળો બેઠો જ છે

તું બસ સપના જોતો રહેજે


કારણ સપનામાં મહેલ જોયા વિના

હકીકતમાં પાયો પણ ના નખાય.... 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....