આપણી ભારત ભૂમિ વંદનીય છે... ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ ઘટી છે જેને લઈ લાગે કે આ ભુમિમાં દૈવત જેવું કંઈક છે.. મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ દાદની રચના...
આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે
છે આ કાલિદાસ ને ભોજના ખંડેરો
જરાક ખોતરો ત્યાં કવિતા નીકળે
હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા
રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે
કૃષ્ણના ટેરવાં જો આવીને ફંફોસે
તો વાંસળીના ટુકડાં સંજીતા નીકળે
ગૂરૂ દત્ત જેવાની જો ફૂંક જાય લાગી
તો ધુણા ગીરના હજુ ધખીતા નીકળે
શુ તાસીર છે આ ભુમીની હજી રાજા
જનક જેવા હળ હાકે તો સીતા નીકળે
-કવિ દાદ