Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે કવિ નર્મદની રચના - સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-24 18:44:03

સામાન્ય માણસો અને સફળ લોકોમાં એટલો જ ફરક હોય છે કે સાહસિક લોકો કંઈ પણ કામમાં પાછળ નથી પડતા. સાહસ કરીને તે પોતાના જીવનમાં આગળ વધતા હોય છે. માત્ર નસીબના જોર પર નહીં પરંતુ કામ કરીને જીવતા લોકો જીવનમાં સિદ્ધિ હાંસલ કરતા હોય છે. કામને ટાળવા કરતા કામને જલદી કરી દેવામાં તે લોકો માનતા હોય છે. સાહસિક માણસ પોતાના જીવનમાં જે ધારે તે કરી શકે છે.. સાહિત્યના સમીપમાં આજે એવી રચના પ્રસ્તુત કરવી છે કવિ નર્મદની રચના.. કવિ નર્મદની આજે જન્મજયંતિ છે અને તેમની યાદમાં દર વર્ષે 24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મનાવવામાં આવે છે..    


સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.


કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,

શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;

હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,

જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;

ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,

તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;

સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,

સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;

થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,

સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;

સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,

સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;

સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…


સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,

સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;

સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,

સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;

સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.


યા હોમ.. સહુ ચલો.. યા હોમ…   



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.