Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-15 16:44:35

જ્યારે આપણે નાના બાળકને જોઈએ છીએ ત્યારે આપણને આપણા બાળપણની યાદ આવી જાય છે.. બાળપણના દિવસોની યાદ આવી જાય છે જીવનમાં મસ્તીના સિવાય કંઈ ના હતું..! એવું થાય કે આપણે પાછા એ દિવસોમાં જતા રહીએ.. બાળકમાં એવી નિર્દોષતા હોય છે, એ ભોળાપણું હોય છે બાળકમાં જે મોટા થયા પછી ક્યાંય વિસરાઈ જતું હોય છે... માતાનો સ્નેહ મળતો હોય છે, માતાનો પાલવ પકડીને બાળકો દોડતા હોય છે...  નાના હોઈએ ત્યારે આપણે પોતાની મસ્તીમાં રહેતા હોઈએ છીએ,.. પરંતુ આ બધી વાતો ત્યારે યાદ આવે છે, બાળપણ આટલું અદ્ભૂત હતું તે વાતનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ધ્રુવ પટેલની રચના...     


ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી પાછો એ દુનિયામાં ખોવાઈ જવા માંગુ છું

નિર્દોષતા નાં તાંતણે બંધાઈ જવા માંગુ છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


મમતાના વરસાદમાં ભીંજાઈ જવા માંગુ છું

માં તારો પાલવ પકડીને દોડવા હું માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


સમયની એ જૂની પળોમાં ઢોળાઈ જવા માંગુ છું

વિસરાઈ ગયેલા સમયમાં વિસ્તરાઈ જવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ બનીએ નિજાનંદમાં ચાલવા માંગુ છું

ઘણું બધુ જીત્યા પછી હવે હારવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગુ છું


ફરી સ્વપ્નોનાં આકાળમાં શ્વાસ લેવા માગું છું

એ કિલ્લોલના આનંદનો આભાસ કરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માંગું છું


અજાણ્યા મિત્રો સાથે ફરીવાર રમવા માંગુ છું

જીવનને પાછોએ ખુશીઓની પળો ધરવા માંગું છું

ફરી એકવાર એ બાળપણને જીવવા માગું છું

- ધ્રુવ પટેલ



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..