Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-10 18:09:52

સમય નથી.. આ વાક્ય આપણામાંથી અનેક દિવસમાં ઘણી બધી વાર સાંભળતા હશો, કહેતા હશો.. કોઈ પણ કહે કે આ કામ કરવાનું છે તો આપણે કહીએ છીએ કે સમય નથી. કોઈ હોય છે જો એમને ફરવા આવવા માટે કહીએ તો કહેતા હોય છે કે હાલ સમય નથી. યુવાનીમાં કામની સાથે જ્યારે ફરવાનું પણ હોય છે ત્યારે તે કામમાંને કામમાં, પૈસા પાછળ એટલા બધા પડે છે કે પોતાના માટે સમય નથી કાઢી શકતા. પૈસા પાછળ દોડવું જરૂરી છે પરંતુ એટલું બધું પણ નહીં કે સમયની કમી થઈ જાય. મોટા મોટા ઘરમાં રહેતા લોકો દુ:ખી હોય છે અને ઘણી વખત ઝૂંપડીમાં રહેતા લોકો પણ ખુશ હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સમયને સમર્પિત રચના..  આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 




રુપિયાની કમી હતી મારી પાસે જ્યારે 

સમય મારી પાસે અઢળક હતો

હવે જ્યારે રૂપિયાની કમી નથી તો

સમયની મારી પાસે સર્જાણી કમી


પહેલાં કપડામાં મારતો થીગડાં પર થીગડાં

હવે જ્યારે કપડાં છે તો એવી ખુશી નથી

હતું જે કંઈક અનેરૂં હાસ્યએ ઝૂંપડીમાં

હવે જ્યારે છે મોટરગાડીને રૂડા બંગલા પણ

એ સુખ માણી શકું એટલો પણ સમય નથી..


એક ટંકની કમાણીનો એ રૂખો સુકો રોટલો

લાગતો મીઠો, જ્યારે જમતાં સૌ હળીમળી

હવે જ્યારે છે કાચના ડાયનીંગ ટેબલ ઘરે

પણ સાથે જમનારા સૌ પાસે સમય નથી..


હતી રૂપિયાની કમી જ્યારે માગવા છતાં પણ

જાકારો જોઈ બધાંનો હૃદય પળ પશ રોયું છે

એ ગરીબીમાં પણ હાસ્યની ચહેરા પર કમી નોતી

હવે બધું જ તો છે જિંદગીમાં પણ એક હાસ્યની

ઝલક આપી શકું એટલો પણ હવે સમય નથી



હોઈ ટાઢ, તડકો કે પછી મુશળધાર એવો વરસાદ

તોય પાપી પેટ ભરવા કમર કસી મથતો રહ્યો છું,

હવે છે જ્યારે માથે છતને, રૂપિયારૂપી છાંયડો

પણ હવે શાંતિથી બેસી શકું એટલો સમય નથી


કડકડતી ઠંડીમાં તૂટેલી ફાટેલી ચાદરમાં સૂતા યાર

ઉનાળાના બળબળતા તાપમાં પગને લાગતો માર

હવે જ્યારે છે મખમલની રજાઈના ઢગલા ઘેર

પણ સુકુનની નીંદર કરી શકું એટલો સમય નથી


દિવસના રખડી રજળી કામેથી આવતો સાંજે ઘેર

સૌ મળી સાથે કરતા હસી મજાકને મીઠી વાતો

હવે આવું છું ઘરે, હોઈ છે સૌ પોતાનામાં મશગુલ

જમ્યું? એવું પણ પૂછી શકે હવે એવો સમય નથી


હતી જિંદગીની મજા જ કંઈક અલગ પ્રવાહ

તોય ચાલ્યો તો સુખ - સાહિબીને પૈસાદાર બનવા

હવે હું ખુદને પણ શોધીને પૂછી શકું કે કેમ છે?

એવી માણસાઈ દેખાડવાનો પણ સમય નથી.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.