Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-22 17:10:58

આપણે કહીએ છીએ કે સમય બહુ બળવાન છે.. આ પછીની ક્ષણ પછી શું થવાનું છે તેની ખબર નથી.. આવતી કાલની ચિંતામાં આપણે આજને માણવાનું ભૂલી જઈએ છીએ.. સામાન્ય રીતે આ રચનામાં ભગવાન રામ તેમજ મહાભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ આજે આ કવિતાને સુરતના સંદર્ભમાં જોવી છે..! સુરતમાં મતદાતાઓને હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે મતદાન કરશે પરંતુ આજે તો સુરત લોકસભા બેઠક પર મતદાન વગર સાંસદ મળી ગયા...  



થવાનું  ના થવાનું   કહે, નજૂમી  કોણ  એવો   છે?

ન   જાણ્યું   જાનકીનાથે   સવારે   શું    થવાનું છે!


હતો  લંકેશ   બહુબળિયો, થયો   બેહાલ  ના જાણ્યું.

જગત સૌ  દાખલા  આપે, સવારે   શું   થવાનું છે?


જુઓ   પાંડવ  અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.

ન  જાણ્યું ભીષ્મ  જેવાએ    સવારે   શું  થવાનું છે?


થઈ  રાજા  રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ  સૌ સાથે,

ન   જાણ્યું ધર્મ   જેવાએ  સવારે  શું    થવાનું છે?


અરે!થઈ  નારી  શલ્યા તે કહો શું  વાત છાની છે?

જણાયું  તે  ન   ગૌતમથી  સવારે   શું થવાનું છે?


સ્વરૂપે   મોહિની   દેખી   સહુ   જન  દોડતાં ભાસે,

ભૂલ્યા યોગી   થઈ  ભોળા   સવારે   શું થવાનું છે.


હજારો   હાય નાખે છે, હજારો   મોજમાં  મશગુલ,

હજારો  શોચમાં  છે    કે    અમારું   શું થવાનું છે?


થવાનું તે  થવા દેજે   ભલે  મનમસ્ત  થઈ  રહેજે,

ન   જાણ્યું    જાનકીનાથે  સવારે   શું   થવાનું છે?




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.