Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના - હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,


  • Published By :
  • Published Date : 2024-08-14 17:57:57

સૈનિક.. આ શબ્દ સાંભળતા જ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. સૈનિકોને આપમેળે સલામ આપણે કરી દઈએ.. દેશના જવાનો સરહદ પર તૈનાત છે એટલે જ આપણે ઘરમાં સૂરક્ષિત રહી શકીએ છીએ..કોઈ પણ તહેવાર કેમ ના હોય તે પોતાના ઘરથી પોતાના પરિવારથી દૂર રહે છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈનિકને સમર્પિત રચના. આ કોની રચના છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



હૃદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,

સઘળી ઈચ્છા મારી વતન માટે કુરબાન કરી જીવું છું.


ઠંડી, તાપ, વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિ આવે,

મારી ફરજને સર્વોચ્ચ સ્થાન આપી હું જીવું છું.


મહિનાઓ થાય કે થાય વર્ષો પરિવારને જોયા વિના

મીઠી યાદોના સહારે ફરજના સન્માન માટે જીવું છું..


દેશની સુરક્ષાને અખંડિતતા જ છે જીવનમંત્ર મારો

એ જ ધ્યેય પૂરૂં કરવા રાત દિવસ એક કરી હું જીવું છું


આમ તો એક અદનો સૈનિક જ છું મા ભોમનો ખાલી

પણ વતનના એક એક નાગરિકના વિશ્વાસ માટે જીવું છું..




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે