Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - આપણી સામે અલગ ને લોકો સામે અલગ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-20 18:02:17

માણસની પરિસ્થિતિ જેમ જેમ બદલાય છે તેમ તેમ તેની સાથે સંબંધ રાખતા લોકોના વ્યવહાર પણ બદલાય છે.. માણસનો વ્યવહાર તો બદલાય છે પરંતુ માણસમાં રહેલી માણસાઈને પણ બદલાતા વાર નથી લાગતી.! ઘણી વખત બનતું હોય છે કે માણસ આપણી સામે અલગ હોય છે અને બીજાની સામે હોય છે.. દુનિયાની ફાલતુ પંચાતમાં અનેક લોકો જીવનને વેડફી નાખતા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામ સાહેબની રચના જેમાં તે સંબોધની વાત કરી રહ્યા છે...


શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને, 

માણસાઈ વિનાની વાત નથી ગમતી મને...


આપણી સામે અલગ ને લોકો સામે અલગ, 

બદલાતા માણસની જાત નથી ગમતી મને..


અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.? 

દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને...


પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો, 

દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને...


જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,

એવા લોકોની મુલાકાત નથી ગમતી મને...


જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,

સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને...


- બેફામ



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.