Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - કેવી રીતે 23 વર્ષથી 56 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી...


  • Published By :
  • Published Date : 2024-04-26 16:48:06

આપણે જ્યારે આપણા વડીલો પાસે બેસીએ છીએ ત્યારે તે પોતાના વિતી ગયેલા દિવસોને યાદ કરતા હોય છે... અનેક વખત કહેતા આપણે સાંભળીએ છીએ કે પરિવારને સુખી કરવામાં તેમનું જીવન ક્યાં જતૂં રહ્યું તેની ખબર ના પડી...જીંદગીની સફર એટલી જલ્દી પૂરી થઈ જાય છે. એવું લાગે કે હમણાં તો હું દીકરો હતો ક્યારે સસરો બની ગયો તેની ખબર ના પડી.. કમાવવા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે ક્યારે ઘરડા થઈ ગયા..! ત્યારે સાહિત્યના સમીપમાં સમર્પિત છે રચના જે ઘણું બધુ આપણને સમજાવી જાય છે...       



ખબર જ ના પડી...


કેવી રીતે  23 વર્ષ થી 56 વર્ષ

ની આ સફર પુરી કરી

ખબર જ ના પડી 


શું પામ્યા શુ ગુમાવ્યું

ખબર જ ન પડી 


બચપણ ગયુ

ગઈ જવાની

ક્યારે પ્રોઢઃ થયા

ખબર જ ના પડી 


કાલ સુધી તો દીકરો હતો,

ક્યારે સસરો થયો

ખબર જ ના પડી 


 કોઈ કહેતું ડફોળ છે

કોઈ કહતું હોશિયાર છે

શુ સાચું હતું

ખબર જ ના પડી 


પહેલા માં બાપ નુ ચાલ્યું

પછી પત્ની નુ ચાલ્યું

પછી ચાલ્યું છોકરાઓ નુ

મારું ક્યારે ચાલ્યું

ખબર જ ના પડી 


દિલ કહે છે હજુ જવાન છુ,

ઉમ્ર કહે છે સાવ નાદાન છુ

બસ આ જ ચક્કર માં કયારે

પગ ઘસાઈ ગયા

ખબર જ ના પડી 


વાળ જતા રહ્યા

ગાલ લબડી ગયા

ચશ્માં આવી ગયા

કયારે સુરત બદલાઈ ગયી

ખબર જ ના પડી 


કાલ સુધી કુટુંબ જોડે હતા

કયારે કુટુંબ વિખરાયો

કયારે નજીક ના દૂર ગયા

ખબર જ ના પડી 


ભાઈ બહેન સગા સબંધી

ટાણે ત્યોહારે ભેગા મળે

ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી

ખબર જ ના પડી 


જીંદગી ને જી ભરી જીવી લે

પછી ન કહેતો કે............

ખબર જ ના પડી



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે