જીવનને માત્ર અમુક લોકો જ જીવતા હોય છે, બાકીના લોકો તો જીવનને પસાર જ કરતા હોય છે. જીવનને બોજાની જેમ જોતા હોય છે. જીવનમાં તેમને ગમે તેટલું સારૂં કેમ ના હોય તો પણ તેમને ઓછું જ લાગે છે.. સંવેદનાઓ પણ અનેક લોકોની મરી પરવારી હોય છે. સાહસ કરવાની પણ હિંમત તેમનામાં રહેતો નથી. દિલ તો હોય પરંતુ તેમનામાં લાગણી ના હોય, હૃદય પત્થર બની જાય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જીવતાં... આ રચના કોની છે તેની જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..
આશા અરમાનો જગાવી જીવતાં
વેદના મનની દબાવી જીવતાં..
આખરી સાંસો ભરે સંવેદના
કર્મને દાગો લગાવી જીવતાં
કેટલા સાહસ કરાવે જિંદગી
જાતને માથે ચડાવી જીવતાં
પત્થરો જેવા બનાવી દાળજા,
આગમાં ઘરને જલાવી જીવતાં
ભીતરે દાબી હૃદયના ઘાવને
બાળતાં સદમાં ઉઠાવી જીવતાં
વેઠવાને પીડ કઈ ઓછી નથી
દુ:ખમાં પણ મન મનાવી જીવતાં
યાર પણ યારી નભાવી ના શકે
ને ઘણું માસૂમ છુપાવી જીવતાં