Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - હું તો મૌનની ધારદાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-01 16:35:53

શબ્દો શણગારી પણ શકે છે અને શબ્દો બાળી પણ શકે છે.. શબ્દો પાસે એટલી તાકાત રહેલી છે.. અનેક લોકો એવા હોય છે જો તેમને આપણે સમજાવીએ તો સામે તે આપણને સમજાવા લાગે... પોતાની અલગ જ દુનિયામાં તે લોકો જીવતા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આવી જ કંઈ રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...   


બૂઠાં પડે તમારાં વાક્યોને શબ્દો

હું તો મૌનની ધારદાર તલવાર છું...


રાખો તમે મંતવ્યો તમારા ખુદની પાસે 

હું તો ખુદના બહુમતની સરકાર છું...


બાંધી ન શકો બેડીમાં મને

હું તો અગણિત અકળ આકાર છું..


અપાર શક્તિને પચાવીને શાંત રહે

હું બસ તે જ વાવાઝોડાનો પ્રકાર છું


નકશો મારો શોધવા ન મથશો તમે

હું તો ચંદ્રનો વણખેડ્યો વિસ્તાર છું


હું જ એક છું, હું જ અનેક હજાર છું

અશક્ય બનાવે શક્ય, હું તે જ ચમત્કાર છું..



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.