Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - પાછું આવશે આ બાળપણ ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 17:22:41

નાના હોઈએ ત્યારે મોટા થવાની ઉતાવળ હોય.. એવું થાય કે ક્યારે મોટા થઈશું અને ક્યારે આપણે આગળ વધીશું. પરંતુ જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણે બાળપણને યાદ કરીએ છીએ.. આપણે જ્યારે નાના બાળકને જોઈએ ત્યારે આપણને થાય કે એ દિવસો કેટલા સારા હતા. ના કોઈ ટેન્શન હતું ના કોઈ જવાબદારી.. બાળપણને યાદ કરીએ, વેકેશનના સમયને યાદ કરીએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી. જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો..   



વિતાવ્યું એવું બાળપણ કે,

યાદ રહી ગયું

ખોળો ખુંદીને માનો લાડ ઘણા જાજા કરા

પ્રેમથી તેના હાથના કોળિયા ખાધાં કે, એ

એ યાદ રહી ગયું..


પિતાની હૂંફ મેળવીને નીડરતાથી જીવ્યા

આંગળી પકડીને મેળે ગયા કે

એ યાદ રહી ગયું

ભાઈનો સાથ લઈને કામ બહુ જાજા કર્યા

તોફાન ધીંગામસ્તી કે,

એ યાદ રહી ગયું.


મિત્રતા એવી મળી રમ્યા ખેલીયા કૂદીયા

રડ્યા આથડિયા પણ ના મેલુ એ રમવાનું કે

એ યાદ રહી ગયું

ગુરૂ પાસેથી જ્ઞાન મેળવવા શાળાએ ગયા

જ્ઞાન સાથે જીવનના પાઠ ભણ્યા કે

એ યાદ રહી ગયું.


રમવા માટે રમતો બહુ ઝાઝી હતી

પણ કોણ જાણે એ આંબલી પીપળીને સંતાકૂકડી કે

એ યાદ રહી ગયું,

મોટા થયા જવાબદારીઓ આવી

સમજાયું બાળપણનું મહત્વ અને પછી થયું કે

પાછું આવશે બાળપણ? 



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.