Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના - ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-10-16 16:39:14

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.. તે સમય એવો હતો જ્યારે કોઈ જવાબદારી ના હોય, માત્ર ખિલખિલાટ હાસ્ય હોય.. રમકડા હોય અને તેની આસપાસ ફરતી આપણી દુનિયા હોય.. ના આશાઓ હતી ના કોઈ અભિલાષા હતી.. જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ત્યારે આપણામાં રહેલી નિર્દોષતા ચાલી જઈ રહી છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બાળપણને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 



ના કોઈ સમજદારી ના કોઈ જવાબદારી

બચપણ એટલે જ્યાં હોય છે સ્વની જ હસ્તી ન્યારી


રમકડાઓની વચ્ચે કેવી વસતી હતી દુનિયા મારી

ખિલખિલાટ હાસ્ય ભરપૂર મસ્તીની અટારી


મનમાં ધરબાયેલા રહેતા કાંઈ કેટલા રહસ્યો

હરહંમેશ પ્રેમ વરસાવે કેવા સહુ સદસ્યો


ના ઝાઝી આશાઓ ના કોઈ મોટી અભિલાષા

ના કાંઈ પડે સમજણ પણ જીવવાની હતી ખુમારી


ચાલ્યા ગયા એ દિવસો કેમ આવી સમજદારી

ચાલી ગઈ જીવનમાંથી નિરદોષતાની સવારી


કાશ પાછું મળી જાય મુજને વ્હાલું એ બચપણ

જ્યાં સાચવવા ના પડતા હતા ક્યારેય કોઈ સગપણ



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે