Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના - બોલ્યા વગર ઘણું બધું આપવા માટે


  • Published By :
  • Published Date : 2024-11-29 14:11:16

પપ્પા... આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આંખમાં એક અલગ ચમક આવી જાય છે... આપણે ત્યાં માતા માટે જેટલું લખાયું છે તેટલું પિતા માટે નથી લખાયું... પપ્પા પરિવારનું બુલેટ પ્રૂફ જેકેટ હોય છે જે પરિવારને બધા સંકટોથી દૂર રાખે છે... પપ્પા કહ્યા વગર ઘણું બધું શિખવાડતા હોય છે... દુનિયાદારી અને દુનિયાને કેવી રીતે જોવી તે શિખવાડતા હોય છે... દીકરી પપ્પાને સૌથી વ્હાલી હોય છે.. અનેક પિતા એવા હોય છે જે દીકરીને બધુ કરવાની છૂટ આપે છે... પપ્પા કહ્યા વગર આપણને ઘણું બધુ આપે છે પરંતુ આપણે તેમને ક્યારેય થેંક યુ નથી કહેતા... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પિતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવજો.... 



આ દુનિયામાં પા... પા... પગલી કરાવવા માટે

પપ્પા તમને થેંક્યું...

જીવનની મહાભારતમાં કૃષ્ણનો કિરદાર નિભાવવા માટે 

પપ્પા તમને થેંક યુ...


દીકરીને પણ પોતાના સપનાં સાકાર કરવાની પ્રેરણા આપવા માટે

પપ્પા તમને થેંક યુ

અમારા સુખ દુ:ખ અમારો છાંયો બનવા માટે

પપ્પા તમને થેંક યુ...


બોલ્યા વગર ઘણું બધું આપવા માટે

પપ્પા તમને થેંક યુ

વગર બોલ્યે અમારી ભાવના સમજવા માટે

પપ્પા તમને થેંક યુ



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.