Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના - તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-22 17:15:16

આપણે ત્યાં કહેવાય છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો કામ થશે અને જો ઈચ્છા નહીં હોય તેની તો કામ નહીં થાય.. ઈશ્વર પર આસ્થા રાખનાર આપણે માણસો છીએ.. આપણે જીવીએ છીએ તો એ પણ ઈશ્વરની કૃપા છે તેવું માનનાર અનેક લોકો છે. હિંમત રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખી લોકો આગળ વધે છે. ભગવાન પર અપાર શ્રદ્ધા રાખનારા પણ અનેક હોય છે અને લોકો એવા હોય છે જે ઈશ્વરમાં ઓછું માને છે અથવા નથી માનતા.. કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય લોકો તેનો સહર્ષ સ્વીકાર કરે છે એમ માની કે આમાં પણ ભગવાને આપણા માટે સારૂં જ વિચાર્યું હશે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઈશ્વરને સમર્પિત રચના.. આ રચના કોની છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો..  



તું તારા હિસ્સાનું કરજે બાકી સઘળું ઈશ્વર કરશે;

શ્રદ્ધાપૂર્વક માથું ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


સારી નરસી વેળા આવે હિમ્મત રાખી આગળ વધજે

શ્વાસે શ્વાસે એને સ્મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


દરિયામાં ઝંઝા તોફાનો સાવ સહજ એ ઘટનાક્રમ છે

તું કેવળ જુસ્સાથી તરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જીવનમાં જે કંઇ મળશે એની ઈચ્છા છે સમજીને,

અંતે એના ચરણે ધરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જ્યાં પહોંચીને એવું લાગે પોતીકાં પણ આઘા ભાગે,

ત્યાંથી તુર્તજ પાછો ફરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


જેવું છે એવું જાણીને, જીવન આખ્ખુએ માણીને,

મૃત્યુ આવે ત્યારે મરજે બાકી સઘળું ઈશ્વર કરશે.


તારું હોવું કેવળ એના આયોજનનો હિસ્સો ‘નાદાન’

સત કર્મોનું ભાથું ભરજે બાકી સઘળું ઈશ્વર કરશે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે