Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના - મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 15:56:51

માતા પિતા આપણે પસંદ નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્ર પોતે પસંદ કરીએ છીએ.. મિત્ર છે તો જીવનમાં આનંદ છે, મસ્તી છે... મિત્ર છે તો જીવન જીવવા જેવું લાગે છે... મિત્રનું મહત્વ દરેકના જીવનમાં ખાસ હોય છે... જે વાતો કદાચ આપણે માતા પિતાને નથી કરી શક્તા તે વાતો આપણે આપણા મિત્રને કરતા હોઈએ છીએ... જેની પર આપણે પોતાના કરતા પણ વધારે વિશ્વાસ રાખીએ છીએ.. મિત્ર જ્યારે પાસે નથી હોતો, સંપર્કમાં નથી હોતો ત્યારે તેને યાદ કરી આપણી આંખોમાં આંસુ આવી જતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને અને મિત્રતાને સમર્પિત એક રચના... 

   


શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.


ઘા સમય જે રૂઝવી શક્તો નથી,

તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.


કેવા ઝઘડા આપણે કરતા હતા,

યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !


બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !

આપણા જીવનનો સાચો ક્યાસ છે.


વીતી, વીતે , વીતશે તારા વગર

એ પળો જીવન નથી, ઉપહાસ છે.


હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,

તકલીફોના કાયમી ઉપવાસ છે.


એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,

એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.


– વિવેક મનહર ટેલર



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.