Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-08 17:26:49

આપણને બધા ઓળખે તે આપણને પસંદ હોય છે પરંતુ કોઈ આપણને ઓળખી જાય તે આપણને પસંદ નથી હોતા. આપણો પરિચય અનેક લોકો સાથે હોય છે પરંતુ સંબંધો માત્ર થોડા લોકો જોડે જ હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના..  


 

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,

મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.


અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,

ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.


કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,

નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.


ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,

પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.


પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,

ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.


‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,

હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.


– ગની દહીંવાલા




સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...