Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના - કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?


  • Published By :
  • Published Date : 2024-11-08 13:46:36

આપણામાંથી અનેક લોકો એવા હશે જે પૈસાને પરમેશ્વર માનતા હશે. પૈસાદાર લોકો સાથે જ સંબંધો રાખવાનું પસંદ કરે છે... જે લોકો પાસે ઓછા પૈસા હોય છે અથવા તો ગરીબ હોય છે તેમની સાથે સંબંધો રાખવામાં તેને interest નથી હોતો...  પરંતુ અનેક લોકો એવા હોય છે જે પ્રકૃતિને જ ઉચ્ચ સ્થાન આપે છે... પ્રકૃતિ સાથે તે જોડાયેલા હોય છે.. એવા માણસોને મળવાનું પસંદ કરે છે જે દિલના સાફ હોય છે.... ઈશ્વર પર ભરોસો રાખતા હોય છે... રોજનું ઈશ્વર પૂરું કરાવે છે તેનો તે આભાર માનતા હશે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મકરંદ દવેની રચના... આ રચના અનેક લોકોને ખબર હશે.... 



કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક.


થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ?


ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.


ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,

સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ.


ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ,

વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ?


સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,

દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત.


માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.


- મકરન્દ દવે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે