Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - મારું ખોવાણું રે સપનું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-09 17:15:44

સપનું... આ શબ્દ અનેક લોકોને જીવનની આશા આપતું હોય છે. સપનું અનેક લોકોને સવારે જગાડવામાં મદદ કરતું હોય છે. પરંતુ અનેક લોકો જેમણે સપનું જોયું હોય અને તેમનું સપનું ખોવાઈ જાય તો... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - 

 

મારું ખોવાણું રે સપનું...


મારું ખોવાણું રે સપનું,

ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,

મારું ખોવાણું રે સપનું.


પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,

વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,

ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,

મારું ખોવાણું રે સપનું.


વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,

અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;

તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,

મારું ખોવાણું રે સપનું.


ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,

જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;

નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,

મારું ખોવાણું રે સપનું.


– ગની દહીંવાલા



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.