Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના- ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 17:23:10

આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ કે ઘાવ આપવા વાળા બહુ અંગત હોય છે... આ રચના તો આપણામાંથી અનેક વખત સાંભળ્યું હશે તે જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી... બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સૈફ પાલનપુરીની રચના...  



ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,

શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.


થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.


હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,

કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.


પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!

કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

- સૈફ પાલનપુરી 



ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.

રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી અને પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું છે. તેની બાદ તેમના દ્વારા પ્રતિક્રિયા આપી છે.