Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - લોક જુદા, ભાર એના એ જ છે...


  • Published By :
  • Published Date : 2024-08-08 18:32:17

અલગ માણસની અલગ કહાણી હોય છે.. જીવનને જોવાની ટેવ બધાની જુદી હોય છે. સ્વપ્ન ભલે લોકોના એકબીજાથી જુદા હોય છે પરંતુ જે આંખોમાં સ્વપ્ન જોવા મળે છે તે આંખનો વિસ્તાર એક સરખો જ હોય છે. શરીરના રંગ ભલે એક હોય છે પરંતુ મૃત્યુના આકાર સરખા હોય છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દર્શક આચાર્યની રચના...



લોક જુદા, ભાર એના એ જ છે,

શ્વાસ જુદા, સાર એના એ જ છે.


રંગજીવનના ભલે જુદા હતા,

મૃત્યુના આકાર એના એ જ છે.


સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,

આંખના વિસ્તાર એના એ જ છે.


ફેરવી લીધું ભલે મોં એમણે,

આપણા વે’વાર એના એ જ છે.


આપણા ઝખ્મો ભલે જુદા હતા,

દિલ ઉપરના વાર એના એ જ છે.


દર્શક આચાર્ય



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.