Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શાળાને સમર્પિત રચના - વર્ગખંડમાં પહેલો પ્રવેશ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-13 15:48:54

આજથી શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ઉનાળું વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આજથી શાળામાં ફરીથી બાળકોની ચહલપહલ જોવા મળશે. શાળાનો પ્રથમ દિવસ, નવા સત્રનો પ્રથમ દિવસ અનેક યાદોને લઈને આવે છે. સ્કૂલ શરૂ થાય તેની આગલી રાત વિદ્યાર્થીને ઉંઘ નથી આવતી.. સવાર જલ્દી પડે તેની રાહ જોવાતી હોય છે. નાનપણમાં મળતા મિત્રો જીંદગીભર યાદ રહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના તે શાળાને સમર્પિત છે. આ રચના કોની છે તેની ખબર નથી તમને જો ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. આ વાંચ્યા પછી તમને પણ તમારા શાળાના દિવસો યાદ આવી જશે.. 



છે દફતર તૈયાર સાથે ચોપડીઓનો થોડો ભાર,

ઉત્કંઠા પણ ખરીને સાથે અંદર ડર અપરંપાર..


દિવસોની તૈયારી, મળવાની શું નવી યારી?

પ્રશ્નો પારાવાર, નજીક આવતા શાળાએ જવાની વાત..


તે આખી રાતના વિચારો સવારે વહેલું જાગવું,

પૂજા કરી ભગવાનની માતાપિતાને પગે લાગવું..


વધેલા હૃદયના ધબકારે તે વર્ગખંડમાં પહેલો પ્રવેશ,

કોની સાથે બેસવું અને કેવો રહેશે આજે વેશ.


તમામ ઉત્કંઠાઓ વચ્ચે થયા અજાણ્યા પોતાના,

તે પહેલો દિવસ શાળાનો આપી ગયો યાદોની ભરમાર  



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે