Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર અને મિત્રતાને સમર્પિત રચના - ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે...


  • Published By :
  • Published Date : 2024-08-03 17:04:47

આપણે આપણા સંબંધીઓને choose નથી કરી શકતા પરંતુ આપણે આપણા મિત્રોને choose કરી શકીએ છીએ.. મિત્રનું હોવું જીવનમાં ખુબ અગત્યની વાત છે. જે વાતો તમે તમારા માતા પિતાને નથી કહી શકતા તે તમે તમારા મિત્ર સાથે કરી શકો છો.. આંખ બંધ કરી મિત્ર પર ભરોસો કરી શકો છો.. સાચા મિત્ર મળવા ખૂબ જરૂરી છે.. મિત્ર જ એક વ્યક્તિ હોય છે જે તમને તમારા કરતા સારી રીતે ઓળખે છે. આવતી કાલે Friendship Day છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્ર, મિત્રતાને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની જાણ તમને હોય તો અમને કમેન્ટમાં જણાવજો. 



ચાલો દોસ્તીની વ્યાખ્યાથી અવગત કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ના તોલી શકાય એવું અતુલ્ય રતન છે મિત્ર

લોહીના સંબંધથી ગહેરો સંબંધ છે દોસ્તી

બેકદર દોસ્તોને વીતેલા સમયની કદર કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


સ્વાર્થ વગરનો એક નિ:સ્વાર્થ પ્રેમ છે મિત્ર

જીત હારથી ઉપરનો જુગાર છે મિત્ર

ભુલાઈ ગયેલા સમયને ફરી સ્મરણ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


ખોવાયેલ પાનામાં ખુશીઓનો સમય છે મિત્ર

ના ભૂલી શકાય એવી યાદોની ભવર છે મિત્ર

સમય સાથે ભુલાયેલી યાદો આઝાદ કરાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું


દુ:ખની ક્ષણોમાં સુખદ અહેસાસ છે મિત્ર

તકલીફની પળોમાં જીવન કેરો શ્વાસ છે મિત્ર

સમજણ વિશ્વાસના અતૂટ તારથી સજાવું

મારા મિત્રો તમને મિત્રતાનો પરિચય કરાવું



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.