Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે પરિવારને સમર્પિત એક રચના - નથી જેને કોઈ પરિવાર..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-15 14:15:35

ઘરને આપણે સ્વર્ગ કહેતા હોઈએ છીએ.. ઘરમાં જે હૂંફ મળે તે બહાર નથી મળતી.. ઘરના માટલામાંથી પીધેલું પાણી આપણા કલેજાને જે ઠંડક આપે છે તેવી ઠંડક ક્યાંય બીજેથી નથી મળતી..! ઘર સ્વર્ગ જેવું ત્યારે લાગે જ્યારે આપણી સાથે આપણો પરિવાર રહેતો હોય.. માતા પિતા, ભાઈ ભાભી રહેતા હોય.. પહેલાના જમાનામાં પરિવાર મોટો હોતો હતો પરંતુ ધીરે ધીરે પરિવાર નાનો થતો ગયો.. માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે..  બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ.. આજે વિશ્વ કુટુંબ દિવસ છે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે  પરિવારને સમર્પિત એક રચના...    



થાય ક્યારેક ભૂલ પોતાનાથી

ના ધમકી આપશો દૂર થવાની..


આપવી હોય તો ભલે આપજો

એ પહેલા અનાથાલય જઈ આવજો..


નથી જેને કોઈ પરિવાર

જાણજો એના દુ:ખ પારાવાર,


કહેશે આપે છે ભગવાન એને પરિવાર 

જે હોય આ જગતમાં ખૂબ જ નસીબદાર..



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.