Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - સ્વપ્ન..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-07 16:30:37

આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય..  જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. લાગણીઓના મહેલોથી તેમની જીંદગી હોય તેવી ઈચ્છા દરેકના મનમાં હોય છે. એવી દુનિયા જોઈએ જ્યાં દ્વેષ ના રોગ, ગુસ્સો ના હોય માત્ર ખુશીઓ જ ખુશીઓ હોય.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...  


મેં એક સ્વપ્નની દુનિયા બનાવી હતી

લાગણીઓના મહેલોથી એને સજાવી હતી


સુખ દુ:ખની ઈંટોથી બન્યા હતા દરેક ઘર,

ને હાસ્ય એ દરેક ઘરની ચાવી હતી


રાગ-દ્વેષની ભાવનાથી પરે હતા સૌ કોઈ

મેં ખુશીઓને ત્યાં રહેવા માટે મનાવી હતી


પર્વતો, દરિયા, નદીઓને લીલાછમ ઉપવનો

મેં કુદરતની દરેક સુંદરતા એમાં સમાવી હતી


તૂટ્યું સ્વપ્નને જાણે તૂટી ગઈ એ દુનિયા પણ

કારણ કે એમાં પણ માનવજાત બનાવી હતી..        



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.