Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 15:38:34

આપણે આપણામાં એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે કોઈ આપણને યાદ ના કરે તો વધારે દુ:ખ નથી થતું... આપણે પોતે આપણા મનને મનાવી લઈએ છીએ કે તે પોતાનામાં મસ્ત હશે અને એટલે જ કદાચ તે આપણને યાદ નથી કરતા. પરંતુ જો કોઈ સામેથી આપણને યાદ કરે છે તો દિલથી સારૂં લાગે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જે કદાચ અનેક લોકોના દિલમાં વસતી હશે... જ્યારે જ્યારે પણ આ કવિતા સાંભળી હશે ત્યારે ત્યારે તમને પણ કોઈની યાદ આવી હશે...! 



‘મનને સારું લાગે છે’


ભૂલી જાય જો કોઈ હવે તો નથી લાગતું ખોટું

વ્યસ્ત હશે પોતામાં, એમાં કારણ નહી હોય મોટું

પણ યાદ કરે જો કોઈ, તો મન ને સારું લાગે છે

આજને ભૂલી ગઈકાલના સ્મરણો જાગે છે


 


ઓળખીતા પણ થાય અજાણ્યા નજર ફેરવી લેતા

ફોન કરું તો અવાજ સાંભળી “હેલો! હેલો!” કહેતા

મૂંગા રહી પીધું એ આંસુ ખારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મનને સારું લાગે છે


 


જીબ્રા ક્રોસિંગ પર થંભીને રાહ જોવું ધીરજથી

નથી ઉતાવળ કોઈ, હવે ના હરીફાઈ કોઈ થી

આગળ પાછળ ચાલતું પગલું મારું લાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


મળવાનું તો ગમે ઘણું પણ મીટર લાગે માઈલ

તોય જાઉં તો મો મલકાવી મુકે નહિ મોબઈલ

પગને લાગ્યો થાક હવે આ હૈયે જાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


રોંગ નંબર પર લાંબી વાતો કરવાનું હવે ગમતું

સાવ અજાણ્યું કોઈ આ મારી એકલતાને ભરતું

ગમે છે, જયારે ડોરબેલ આ ઘર નો વાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


જૂની પેઢી સાથે બેસી સ્મરણો શું સમ્ભારું?

નવી પેઢી જો પાસે બેસે તો હૈયું છલકાવું

નજર છે નબળી દુરની તોય ઊંડું તાગે છે

યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 

કાલ ભુલાઈશ એવો ભય ના મન ને વિચલિત કરતો

મને ક્યાં સહુ યાદ રહ્યા છે? હું પણ સત્ય સમજતો

હવે આ હવા આવનારી પેઢીને ભાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે


 


ભુલઈશું તો નવું આવશે, એનો મહિમા થાશે

ભુંસાઈશું તો નવું લખાશે, નવા ગીત કોઈ ગાશે

આમ તો એ સઘળુંયે મનને મારું લાગે છે

પણ યાદ કરે જો કોઈ તો મન ને સારું લાગે છે. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'