Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના - આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-03 18:53:16

મોબાઈલનો જમાનો છે આજે. એવું ભાગ્યે જ જોવા મળતું હશે કે માણસ પાસે મોબાઈલ નહીં હોય, અથવા માણસ મોબાઈલ નહીં વાપરતો હોય. મોબાઈલ દરેકની પાસે મળી આવે છે. પરંતુ આજકાલ માણસ મોબાઈલ જેવો થઈ ગયો છે. મોબાઈલને સગવડ માટે વાપરવામાં આવતો હોય છે પરંતુ અનેક વખત તે જ સગવડનો દુરૂપયોગ કરવામાં આવે છે. માણસ હોય ક્યાંક અને લોકેશન ક્યાંકનું કહેતો થઈ ગયો છે. 


આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સ્વાર્થના સંબંધો આજકાલ માણસો રાખતા થઈ ગયા છે. જરૂર હોય તેટલી જ લાગણી બતાવતો માણસ થઈ ગયો છે. મોબાઈલમાં માણસ રચ્યો પચ્યો થઈ ગયો છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે અશ્વિન ચૌધરીની રચના પ્રસ્તુત કરવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો છે!  



જરૂર જેટલી જ લાગણીઓ

રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ 

દેખાડતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

સામે કોણ છે એ જોઈને

સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી

મિત્રતાને પણ

સ્વીચ ઓફ કરતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

આજે રીટા તો કાલે ગીતા એમ

મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને

એ કોલ કરતો થઈ ગયો 

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તો!

એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

હોય બરોડામાં અને છું સુરતમાં

એમ કહેતો એ થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ

ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

 આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

 

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

હવે શું થાય બોલો


આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!




મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..