Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રમેશ પારેખની રચના - મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-20 15:13:47

એક જમાનો હતો જ્યારે ઘરના આંગણામાં ચકલીઓનો કલરવ સંભળાતો હતો. ઘરમાં ચકલીનો માળો હોતો હતો. પરંતુ હવે તો ચકલી જોવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. આજકાલના છોકરાને કદાચ એ પણ ખબર નહીં હોય કે ચકલી અસલમાં કેવી દેખાતી હશે. માત્ર ફોટામાં જોવી પડતી હશે. ચકલી લુપ્ત થઈ રહી છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ચકલીને સમર્પિત એક રચના પ્રસ્તુત કરવી છે. સાહિત્યના સમીપમાં રમેશ પારેખની રચનાને પેશ કરવી છે.    


મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.


તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,

મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.


મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,

ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,


મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.


તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,

મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,

હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.


આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,


તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

– રમેશ પારેખ




મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો