Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો ધ્રુવ પટેલની રચના - ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં


  • Published By :
  • Published Date : 2024-01-09 15:45:16

અનેક વખત આપણે લોકોને કહેતા સાંભળ્યા હશે કે તમારામાં રહેલા બાળકને જીવતો રાખવો જોઈએ. રોજ કંઈ નવું નવું જાણવાની ઈચ્છા રાખવી જોઈએ. બાળ સહજ એક કુતુહલ હોવું જોઈએ જે તમને ઘરડા થતા અટકાવે છે. બાળક જેમ પોતાની આંખોમાં સપના લઈને ફરે છે તે તમારે પણ જીવનમાં ઉમંગ હોવો જોઈએ. આપણા વડીલો જ્યારે વાત કરતા હશે કે પહેલા બાળકો આવી મસ્તી કરતા હતા, આવા તોફોનો કરતા હતા તેવી મસ્તી આજકાલ બાળકોમાં જોવા નથી મળતી. શિક્ષણના ભાર નીચે બાળકનું બચપણ છીનવાઈ ગયું છે. 


આજે ધ્રુવ પટેલની રચના  

સાહિત્યના સમીપમાં આજે ધ્રુવ પટેલની રચના જેમાં તેમણે બાળકને લઈ વાત કરી છે. અજાણતા આપણે બાળક પર કેટલો બોજો નાખી દેતા હોઈએ છીએ તેની વાત કરી છે. માતા પિતા બાળક પર પોતાની ઈચ્છા થોપી દેતા હોય છે જેને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે. કોઈ વખત સરખામણીને કારણે બાળક પોતાના મનની વાત ખુલ્લીને નથી કહી શક્તો.



ભણતરનાં ભાર નીચે એને દબાવો નહીં

એના બચપણને ફૂલોની માફક ખીલવા દો

એ બાળક છે અને રમવા દો


બાળપણને આધુનિકતાથી ઘેરશો નહીં

એને રમકડાઓમાં માટી ભરવા દો

એ બાળક છે અને રમવા દો


ગુણોની સરખામણીએ એને તોલશો નહીં 

મનની વાત ખુલીન એને કહેવા દો

એ બાળક છે અને રમવા દો


ઈર્ષા, વેર ઝેરની ભાષા એને શીખવશો નહીં 

કાલી ઘેલી મીઠી વાણીમાં બોલવા દો

એ બાળક છે અને રમવા દો


પોતાની ઈચ્છાઓ એની પર થોપસો નહીં 

અને થોડું મનનું ધારેલું પણ કરવા દો

એ બાળક છે અને રમવા દો


કર્મોનાં પરિણામમાં એને બાંધશો નહીં 

એને શૈશવની આઝાદી માણવા દો

એ બાળક છે અને રમવા દો

     - ધ્રુવ પટેલ   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે