Gujarati Literature : સાહિત્યના સમીપમાં આજે વાંચો અમૃત ઘાયલની રચના - રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના...


  • Published By :
  • Published Date : 2024-01-16 13:58:19

જેમ માણસના ચહેરા અલગ હોય છે તેમ લોકોના સ્વભાવ પણ અલગ હોય છે. કોઈ માણસ આત્મવિશ્વાસથી ભરપુર હોય છે તો કોઈ માણસમાં આત્મવિશ્વાસની કમી હોય છે, કોઈ માણસ પોઝિટિવ વિચાર વાળો હોય છે તો કોઈ માણસ નેગેટિવ વિચાર વાળો હોય છે. કોઈ માણસને માત્ર મુશ્કેલી જ દેખાતી હોય તો કોઈને મુશ્કેલીમાં પણ રસ્તો દેખાતો હોય છે. મુશ્કેલીમાં બહાર આવવા માટે રસ્તો શોધતા અનેક માણસો હોય છે. 


આત્મવિશ્વાસને લઈ કવિ કહી રહ્યા છે...

ત્યારે સાહિત્યના સમીપમાં આજે અમૃત ઘાયલની રચના જેમાં તે આત્મવિશ્વાસ, આત્મબળ વિશે વાત કરી રહ્યા છે. મૂંઝવણમાં પણ આત્મવિશ્વાસ રાખવાથી રસ્તો મળી જાય છે તેની વાત કવિએ પોતાની રચનામાં કરી છે. ત્યારે આજે વાંચીએ અમૃત ઘાયલની રચનાને....


રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?


નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,

બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!


કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?

દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!


છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!

એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!


મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે

પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!


એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,

હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!


સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!

સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!


સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!

દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!


અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,

ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!


દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?

આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.


અમૃત ‘ઘાયલ’   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે